Gujarat

સત્તા ભાવ નહીં પરંતુ સેવા ભાવ.. અમરેલી ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા એક વિરલ વ્યક્તિત્વ. લોકસેવાના ખરાં પ્રહરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
જન સેવામાં અને લોક સેવામાં અગ્રેસર એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ આજે પણ હસતા મુખે જાય છે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દરેક યોજનાઓ જનજંન સુધી પહોંચાડનાર તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે જ્યારથી જનસેવા કાર્યાલય ચાલુ કર્યું છે ત્યારથી આજ સુધી અસંખ્ય રેકોર્ડ બ્રેક સાવરકુંડલા લીલીયા મત વિસ્તારના લોકોને યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે અને લોકોની દરેક મુશ્કેલીઓની અંદર સાથે ખંભે ખંભો મિલાવી અને ઊભા રહેનાર તરીકે સુરેશ પાનસુરીયાનું નામ અગ્રેસર રહ્યું છે, ખેડૂત સન્માન નિધિના E-KYC કાર્યક્રમમાં તો સુરેશ પાનસુરીયાએ ગામડે ગામડે કોમ્પ્યુટર ઓપરેટરોને મોકલી અને ખેડૂતો આ યોજનાથી વંચિત ન રહે તે માટે દરેક ખેડૂતોને પોતાના ઘર આંગણે E-KYC કેમ્પનું ભવ્ય આયોજન પણ કરેલું, વાવાઝોડાની પરિસ્થિતિ હોય કે જિલ્લાની અંદર લોહીની તંગી હોય કે કોરોના જેવી વૈશ્વિક મહામારી હોય આ હરેક સમયે સુરેશ પાનસુરીયાની સેવાની અમરેલી જિલ્લાએ ઐતિહાસિક નોંધ લીધી છે આજે પણ આ જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ સેવાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે આવા બાહોશ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા આજે પણ લોકોના દિલમાં અકબંધ છે.

IMG-20230506-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *