Gujarat

માણાવદર અનસુયા ગૌધામની મુલાકાત લેતા સંતો: સેવાભાવી હિતેન શેઠનું સંતો દ્વારા સન્માન થયું

ગીર ગાયનું સંવર્ધન કરતું માણાવદર તાલુકાનું એકમાત્ર કેન્દ્ર માણાવદરનું “અનસુયા ગૌધામ” સેવા ક્ષેત્રે જે નિસ્વાર્થ ભાવે આગળ વધી રહ્યું છે તે જોઈને ગુજરાતના સંતો ઘણા પ્રભાવિત થઈ રહ્યા છે અને આ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે આ કેન્દ્રમાં શરૂઆતમાં 40 ગીર ગાયો હતી જેની સંખ્યા હાલ 156ની થઈ છે.
વિશેષ તો એ કે આ વિસ્તારમાં રખડતી રેઢીયાળ ગાયો માટે સ્વખર્ચે હિતેનભાઈ શેઠ અને મેઘનાબેન શેઠે અલગથી ખાનગી જગ્યા રાખી તેની સેવા બે ડોક્ટરોની સતત દેખભાળથી થાય છે. સંતો મહંતો આ અનસુયા ગૌધામની મુલાકાતે આવી રહ્યા છે અને મુંબઈમાં કારોબાર છોડી ગાયોની સેવા કાજે માણાવદર આવી વસેલા હિતેનભાઈ તથા મેઘનાબેન શેઠે પોતાનું જીવન કૃતાર્થ કરવા ગાયોની સેવા પાછળ નાની ઉંમરમાં જ જિંદગી ગાળવાનું શરૂ કર્યું છે.
અનસુયા ગૌધામની કીર્તિના કળશ ગુજરાતના સંતો મહંતો માટે ઢોળાતા આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષર મંદિર ગોંડલના સંતો પૂજ્ય.અરુણીભગત તથા સ્વામી અમૃતતિલક આ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને મુંબઈની કમાણી માણાવદરના આ ગૌધામ પાછળ વાપરવા બદલ હિતેન શેઠનું જાહેર સન્માન કર્યું હતું તેના પ્રતિભાવમાં હિતેનભાઈ એ પણ બંને સંતોના સન્માન કરી પોતે વધારે ગાયોની સેવા કરી જીવન વિતાવે એવા આશીર્વાદ માગતા સંતોએ આશીર્વાદ આપ્યા હતા  આ ગૌધામ તરફથી દરેક ગરીબોને રોજ છાશ દૂધ મફત આપવામાં આવે છે એ પણ એક સેવા જ ગણાય છે આ સેવામાં માતૃશ્રી અનસુયાબેન શેઠ તથા ધર્મપત્ની મેઘના શેઠનો ફાળો મહત્વનો ગણાય છે
તસ્વીર- અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230506_135131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *