International

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમ્યાન ઘોડો ભડક્યો, ભીડમાં ઘુસી અફરાતફરી મચાવી

બ્રિટન
બ્રિટનમાં કિંગ ચાર્લ્સ ૈંૈંૈંની તાજપોશીનું સમારંભ દુનિયાભરમાં લાઈવ જાેવામાં આવ્યો હતો. ત્યાં કોઈ રાજાનો ૭૦ વર્ષ બાદ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આ દરમ્યાન હજારો લોકો બકિંઘમ પેલેજ અને તેના રસ્તા પર ઊભેલા હતા. કિંગ ચાર્લ્સ ૈંૈંૈં સોના ચાંદીથી સજેલા ૬ ઘોડાની બગી પર સવાર થઈને આવ્યા હતા. તેમની સાથે ઘોડેસવારોની આખી પલટન ચાલી રહી હતી. આ દરમ્યાન એક એવી ઘટના થઈ, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. હકીકતમાં જાેઈએ તો, કિંગ ચાર્લ્સ ૈંૈંૈંના રાજ્યાભિષેક દરમ્યાન એક ઘોડો સૈનિકના ઝુંડમાં ઘુસી ગયો. તેણે ભીડ તિતર-બિતર કરી દીધી. ઘોડા પર સવાર સૈનિક તેને કાબૂ કરવાની કોશિશ કરતો રહ્યો. પણ ઘણી વાર સુધી ઘોડોમાં કાબૂમાં આવ્યો નહોતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં આપ ઘોડાને માર્ચની લાઈનમાંથી હટી ભીડ કંટ્રોલ કરનારા બેરિયરથી ઘુસી જતો જાેઈ શકો છો. આ ઘટના કિંગ ચાર્લ્સ ૈંૈંૈં ના વેસ્ટમિંસ્ટર એબેથી બકિંઘમ પેલેસ પરત જતાંથી થોડી મીનિટો બાદ થઈ. વીડિયોમાં જાેઈ શકાય છે કે, મેટલ બેરિયર પડવાથી દંગ રહી ગયેલા દર્શકો ઘોડાના રસ્તાથી હટી ગયા. આ દરમ્યાન લોકોને ઈજા થવાની આશંકાને લઈને એક સ્ટ્રેચર લાવવામાં આવી હતી. પણ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. કિંગ ચાર્લ્સ અને ક્વિન કૈમિલા જે બગી પર સવાર થયા હતા. તેમાં સફેદ રંગના ૬ ઘોડા હોય છે. આ ઘોડાને ૩ સારથી હાંકી રહ્યા હતા. બગીના પાછળના ભાગમાં ૨ સૈનિક સવાર હતા. બગીની આગળ પાછળ ઘોડેસવાર સૈનિકોનો કાફલો ચાલી રહ્યો હતો.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *