Delhi

મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવડની પાકિસ્તાનમાં ગોળી મારી હત્યા

નવીદિલ્હી
પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મો સ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહ પંજવડ (ઁટ્ઠટ્ઠિદ્બદ્ઘૈં જીૈહખ્તર ઁટ્ઠહદ્ઘુટ્ઠિ) ની પાકિસ્તાનના લાહોરમાં હત્યા કરી દેવામાં આવી છે. પરમજીત પંજવડ પાકિસ્તાનમાં નામ બદલીને રહેતો હતો અને ત્યાંથી ખાલિસ્તાન સમર્થિત ગતિવિધિઓને અંજામ અપાવતો હતો. સૂત્ર અનુસાર પરમજીત સિંહને લાહોરમાં કેટલાક બાઇક સવારોએ નિશાન બનાવ્યો છે. તેને બાઈક પર આવેલા હુમલાખોરોએ લાહોરમાં જૌહર વિસ્તારની સનફ્લાવર સોસાયટીની અંદર ઘુસીને ગોળી મારી. તેના પર ગોળીબાર કરી હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. જાણવા મળ્યું કે ગોળીબારને કારણે પરમજીતનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. પરમજીત સિંહ પંજવડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (દ્ભઝ્રહ્લ)નો મુખિયા હતો, જે એક આતંકી સંગઠન છે. ૯૦ના દાયકામાં પંજવડે પાકિસ્તાનમાં આસરો લીધો હતો. તે પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી રહેતો હતો. તે ભારત વિરોધી ગતિવિધિઓમાં ૯૦ના દાયકા પહેલાં પણ સક્રિય હતો. કહેવામાં આવે છે કે તે ૧૯૮૬માં પાકિસ્તાન ગયો હતો. ભારતીય એજન્સી અનુસાર, ચંદીગઢમાં ૩૦ જૂન ૧૯૯૯માં પાસપોર્ટ કાર્યાલય પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા પરમજીત સિંહે કરાવ્યા હતા. આ બ્લાસ્ટમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તો ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. બોમ્બને સ્કૂટરની ડિક્કીમાં રાખવામાં આવ્યો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ ૨૦૨૦માં ૯ આતંકીઓનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં પંજવડનું નામ સામેલ હતું. આ લિસ્ટમાં પંજવડ સિવાય બબ્ર ખાલસા ઈન્ટરનેશનલના ચીફ વધાવા સિંહ બબ્બરનું નામ પણ હતું, જે તરનતારનમાં જ દાસૂવાલ ગામનો રહેવાસી છે.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *