Gujarat

હરસ, મસા, ફીશર વગેરેની સારવાર માટે આગામી તા. 19 મે ના I. T. R. A. દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન

જે દર્દીઓને હરસ, મસા, ફીશર અને ભગંદર જેવી સમસ્યાઓ રહેતી હોય, મળમાર્ગની જગ્યાએ રસી,
દુઃખાવો, બળતરા, ગુમડા, ખંજવાળ રહેતી હોય, કબજિયાત રહેવી, લોહી પડવું, મસા બહાર આવવા તેમજ ચીરા પડવા-
આવી સમસ્યાઓ માટે આગામી તા. 19 મે ના રોજ સ્વર્ગીય ડો. સી. વી. નહેરુ, ભૂતપૂર્વ વિભાગ અધ્યક્ષની સ્મૃતિમાં સવારના
09:00 થી 12:00 કલાક અને સાંજના 04:00 થી 06:00 દરમિયાન શલ્યતંત્ર ઓ. પી. ડી. નં. 03, રુમ નં. 106, પહેલો
માળ, પંચકર્મ ભવન, I. T. R. A. હોસ્પિટલ, યુ. જી. કેમ્પસ, જામનગર ખાતે રાહત દરે નિદાન તેમજ સારવાર કરવામાં આવશે.
આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને મહત્તમ લાભ લેવા માટે શ્રી ડો. ટી. એસ. દુધમલ, એમ. એસ. આયુર્વેદ, I.
T. R. A., જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *