Maharashtra

૧૪૫ દેશોના ૬૦,૦૦૦ ઉમેદવારોએ મેરેથોનમાં ભાગ લીધો

મુબઈ
પેરિસ મેરેથોનમાં ૧૪૫ દેશોના ૬૦,૦૦૦ ર્પાટિસિપન્ટ્‌સે ભાગ લીધો હતો. વાસ્તવમાં તેનું આયોજન આ વર્ષની ૧૧ એપ્રિલે કરવામાં આવ્યું હતું. જાે કે કોરોના રોગચાળાના કારણે તેનું આયોજન છ મહિના વિલંબથી થઇ શક્યું હતું. નોંધનીય છે કે ૨૦૨૦માં કોરોનાના કારણે રેસ કેન્સલ રાખવામાં આવી હતી.કેન્યાના એથ્લેટ એલિશા રોટિચે રવિવારે પેરિસ મેરેથોનની મેન્સ રેસ જીતી લીધી હતી જ્યારે ઇથિયોપિયાની ટિજિસ્ટ મેમુયેએ આ મેરેથોનમાં મહિલાઓમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. રોટિચે આ મેરેથોન જીતવા સાથે રેકોર્ડ પણ સ્થાપિત કર્યો હતો. તેેણે બે કલાક ચાર મિનિટ અને ૨૧ ઉંડમાં મેરેથોન પૂરી કરીને ઇથિયોપિયાના હેઇલમર્યમ કિરોસને બીજા ક્રમ પર રાખી દીધો હતો. કેન્યાનો હિલ્લેરી કિપ્સામ્બુ ત્રીજા ક્રમે આવ્યો હતો. મહિલાઓ માટેની રેસમાં મેમુયેએ બે કલાક ૨૬ મિનિટ અને ૧૨ સેકંડમાં મેરેથોન પૂરી કરી હતી. બીજું અને ત્રીજું સ્થાન પણ ઇથિયોપિયાની મહિલા એથ્લેટ્‌સને ફાળે ગયું હતું. યેનેનેશ ડિન્કેસા બીજા ક્રમે આવી હતી અને ફન્ટુ જિમ્મા ત્રીજા ક્રમે આવી હતી.

Marathon-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *