લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
ઊના – ત્રણ લોકસભા સાત વિધાનસભા ક્ષેત્રની જવાબદારી કેન્દ્ર મંત્રીને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
જે પી નંદાએ સોંપતા ઉના તાલુકાના મત વિસ્તારની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો.ભાગવતની
કરાડએ ઊના સોમનાથ બાગ ખાતે કોર મીટીંગ યોજી હતી. અને દરેક વિસ્તારમાં નાનાં લોકો સુધી કેન્દ્રીય સરકારની વિવિધ
યોજનાઓની કામગીરીની જાણકારી પહોંચાડી આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ આગળ લાવવા સંગઠન સાથે
બેઠક કરી વિવિધ ચર્ચા કરી હતી.
આ કાર્યકમમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો.ભાગવતની કરાડ, જીલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ,
જીલ્લા ભાજપ સંગઠન પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, સહિતના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની અલગ અલગ દરેક યોજના દ્વારા વિવિધ દવાનાં મેડીકલ તેમજ
વેપારી આગેવાનો ખેડૂતો વિવિધ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકારની રોજગાર લગતી યોજના અંતર્ગત માહિતી
આપી હતી. આ ઉપરાંત ઉજવલા યોજના હેઠળ પછાત પરિવારને ગેસ યોજનાનો લાભો, બંદર વિસ્તારોમાં માછીમારોનાં વિકાસ
પ્રગતિ માટે જીવાદોરી સમાન બંદરોનાં ચાલતાં જેટીનાં કામો અને પુરવઠા યોજના અંતર્ગત મફત રાશન કાર્ડ નેશનલ યોજના શરૂ
કરવામાં આવી રહી છે. શ્રમિકો માટેનાં રોજગાર લગતી યોજના, મફ્ત આરોગ્ય લક્ષી યોજનાઓ, આર ટી હેઠળ મફત શિક્ષણ
યોજના સહિતની તમામ બાબતોની છણાવત કરીને આવનાર સમયમાં છેવાડાના લોકો સુધી સમસ્યા અને વિકાસ અંગેની જાણકારી
આપી ભાજપ સરકારની સિદ્ધનાં ગુણ ગાયા હતા અને સંગઠનના માધ્યમ દ્વારા કાર્યકરોનું બળ મજબુત કરી ભવ્યાતિભવ્ય વિજય
દરેક જીલ્લાની સીટ પર પ્રાપ્ત થાય તેમજ દરેક વિધાનસભા મતવિસ્તારમાં લીડ વધુંમાં વધુ મળે તેવાં પ્રયાસ કરાશે. આમ સરકારની
અલગ અલગ દરેક યોજનાનો લાભ છેવાડા ગામો સુધી નાનામાં નાના શ્રમિક પરીવારના લાભાર્થીઓને તેનો લાભ મળી રહે અને
સંગઠન મજબુત કરી કાર્યક્રરોને પ્રત્સાહીત કરવા વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ લાભાર્થીઓને
પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. અને અલગ અલગ ગામોમાં જઇ મુલાકાત પણ કરી હતી.


