Gujarat

જામનગરમાં આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ અંગે વિકસતી જાતિના વિધાર્થીઓ અરજી કરી શકશે

વિકસતી જાતિના તેજસ્વી વિધાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં સારું શિક્ષણ મળી રહે
તે હેતુથી રાજ્યમાં ધોરણ 9 થી 12 ની 33 આદર્શ નિવાસી શાળા નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય,
ગાંધીનગર દ્વારા સંચાલિત છે. જે પૈકી, જિલ્લા નાયબ નિયામકશ્રી, વિકસતી જાતિ, જામનગર હસ્તકની આદર્શ નિવાસી
શાળા, સાધના કોલોની સામે, રણજીત સાગર મેઈન રોડ, જામનગર ખાતે કાર્યરત છે.
આ શાળામાં વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે રહેવા- જમવાની સુવિધા રાજ્ય સરકારશ્રી તરફથી નિઃશુલ્ક આપવામાં આવે
છે. ગત વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% સાથે ગુણ મેળવેલા વિધાર્થીઓ વર્ષ 2023- 24 માં આ શાળામાં પ્રવેશ
મેળવવા માટે જરૂરી આધારો સાથે ઓનલાઇન ફોર્મ www.esamajkalyan.gujarat.gov.in પર આગામી તા.
30/05/2023 સુધી ભરી શકશે.
આ અંગે, વધુ વિગતો માટે જિલ્લા નાયબ નિયામકશ્રી, વિકસતી જાતિ, જામનગરની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના
આચાર્યશ્રીના મોબાઈલ નં. 7046486828 પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા નાયબ નિયામકશ્રી, વિકસતી જાતિ,
જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *