Gujarat

ઈડરના લક્ષ્મીપુરા ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સ સારવાર શરૂ કરીને કરી બાળક અને માતાનો બંનેનો જીવ બચાવ્યો

ઇડર
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લક્ષ્મીપુરા ગામની એક મહિલાને ગુરૂવારની રાત્રિના સમયે પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ ને ફોન કરતા એમ્બ્યુલન્સ મહિલાના ઘરે આવી સારવાર શરૂ કરીને કરી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો પ્રાપ્ત વિગત પ્રમાણે જાણવા મળે છે કે ગુરુવારની રાત્રે મહિલા ને પ્રસુતિની પીડા થતા ૧૦૮ ને ફોન કરતા તરત જ મહિલાના ઘરે આવી પહોંચી હતી મહિલાની તપાસ કરતા બાળક ના માથાનો ભાગ બહાર આવી ગયો હતો અને બાળકના ગળામાં નાડ વીંટળાઈ ગઈ હતી આ પરિસ્થિતિ જાેતા ૧૦૮ ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ક્લેમ્પ લગાવી નાળ કાપીને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી પરંતુ ડિલિવરી બાદ બાળકના પલ્સ ઓછા હતા અને શ્વાસ બંધ હતો ત્યારે તેમને સી.પી.આર આપી તેમજ યોગ્ય કાર્ય કરી અને બાળકના પલ્સ અને શ્વાસ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાને તમામ પ્રાથમિક સુવિધા ઘટના સ્થળે આપ્યા બાદ બાળક અને માતાને નજીકના પીએચસી સેન્ટર મુડીટી ખાતે અન્ય સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા હાલમાં બાળક અને માતા સ્વસ્થ છે આ માટે પરિવારજનોએ ૧૦૮ સેવા અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માની હતો યોગ્ય સમયે મહિલાની સારવાર કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સાચે જ દેવદૂત બની છે છે તેવું પરિવાર જનોએ કહ્યું હતું

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *