નવી દિલ્હી
પંજાબના લુધિયાણા, અમૃતસર, જલંધર, પટિયાલા, ફિરોઝપુર અને હરિયાણાના ચર્ખી દાદરી, સોનીપત, કુરુક્ષેત્ર, હિસાર જેવા શહેરોમાં રેલવે સ્ટેશને ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને બધી જ ટ્રેનોને થંભાવી દીધી હતી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારતીય કિસાન યુનિયનના કાર્યકરોએ અમૃતસર દિલ્હી અને જલંધર એક્સપ્રેસને રોકવા માટે રેલવે પટરી ઉપર ધરણા કર્યા હતા. ખેડૂતોએ સરકારની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોમાં મોટી સંખ્યામાં ખેડૂત પરિવારોની મહિલાઓ પણ જાેડાઈ હતી. ઓડિશામાં પણ રેલ રોકો આંદોલનની અસર જાેવા મળી હતી. રેલ રોકો આંદોલનના કારણે ઓડિશાની મોટાભાગની ટ્રેનો ૩૦ મિનિટથી દોઢ કલાક મોડી થઈ હતી.ખેડૂતોના રેલ રોકો આંદોલનના કારણે ૨૯૩ ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. એમાંથી ૪૩ ટ્રેનો રદ્ કરવી પડી હતી. ઉત્તર ભારતમાં રેલ રોકો આંદોલનની સૌથી વધુ અસર થઈ હતી. ઉત્તર ભારતના કેટલાય સ્ટેશનો ઉપર ખેડૂતોએ ટ્રેનને રોકી દીધી હતી. સૌથી વધુ રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ટ્રેનો રદ્ થઈ હતી. ખેડૂતોના રેલ રોકો આંદોલનની ઉત્તર ભારતના રાજ્યોમાં વ્યાપક અસર થઈ હતી. ઉત્તર ભારતના રાજ્યોમાં ખેડૂતોએ લગભગ ૧૫૦ સ્ટેશનોમાં ટ્રેનો રોકી રાખી હતી. ૨૯૩ જેટલી ટ્રેનોના પૈડા થંભી ગયા હતા. એમાંથી ૪૩ ટ્રેન તો રદ્ જ કરવી પડી હતી. નોર્ધન રેલવે ઝોનની ૬૦ ટ્રેનો મોડી થઈ હતી અને અસંખ્ય મુસાફરો પરેશાન થયા હતા. રેલ રોકો આંદોલનના પગલે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા હતા. નોર્ધન રેલવે ઝોનના કહેવા પ્રમાણે રેલ ટ્રાફિકને સૌથી વધુ અસર રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં થઈ હતી. રાજસ્થાન અને હરિયાણામાં ૧૮ ટ્રેન કેન્સર કરવી પડી હતી. એક બીજા સ્ટેશને ડાઈવર્ટ કરવામાં આવી હતી. નોર્ધન રેલવેના અધિકારીએ કહ્યું હતું કે દિલ્હીના રૃટમાં ૨૫ ટૂંકા અંતરની ટ્રેનો રદ્ થઈ હતી.


