Gujarat

ગામના વિકાસમાં જે કામ કરવા પાત્ર હોય તે કામોને અગ્રતા આપવા સૂચના અપાઇ

સંસદ સભ્યશ્રી ડો.કીરીટ સોલંકીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ વિસાવદર તાલુકાના સરસઇ ગામના વિકાસ કરવા માટે સરસઇ ગામની મુલાકાત લીધી હતી અને ગામના સંતશ્રી રોહિદાસજીના આશ્રમ ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સરસઇ ગામના વિકાસમાં જે કોઇ કામ કરવા પાત્ર હોય તે કામોને અગ્રતા આપવા સૂચના આપવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં નવા ઓરડાપેવર બ્લોક તથા શેડનું કામસંતશ્રી રોહિતદાસજીના નામનો કોમ્યુનીટી હોલઆંગણવાડીના કામોઅલગ-અલગ શેરીઓમાં સ્ટ્રીટ લાઇટપીવાના પાણીની પાઇપ લાઇનસીસી રોડપેવર બ્લોકભૂગર્ભ ગટરકચરા પેટીઓબોર બનાવવાનું કામએક લાઇબ્રેરીનું કામ તથા સંતશ્રી રોહિદાસજી આશ્રમમાં ખુટતી સુવિધાઓ પુરી કરવાનું કામ પેટા આરોગ્ય કેન્દ્રગામમાં પ્રવેશદ્વાર બનાવવાનું કામપંચાયત ઘર પર સોલારનું કામ જેવા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીનિવાસી અધિક કલેક્ટરનાયબ જિલ્લા વિકાસ અધિકારીઅધિક્ષક ઇજનેર પીજીવીસીએલપશુપાલન અધિકારીજિલ્લા ખેતીવાડી અધિકારીમાર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરપાણી પુરવઠા બોર્ડ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *