Gujarat

છોટાઉદેપુરના રૂમડીયા ગામમાં પાણીનો પોકાર! વર કે કન્યા ના પરિવારે સંતાનનાં સાત ફેરા ફરતા પહેલા પાણી ના ફેરા ફરવા પડે છે

અહીં ગ્રામજનો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા
લગ્ન પ્રસંગે મંગાવવા પડે છે વેચાતા પાણીના ટેન્કર
સરકાર ની પાણીદાર યોજનાના નાણા પાણીમા ગયા હોવાનો ગ્રામજનો આક્ષેપ
     છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલા રુમડીયા ગામમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે.
    છોટા ઉદેપુર જીલ્લા ના ક્વાંટ તાલુકા ના રુમડીયા   ગામ ની વરવી વાસ્તવિકતા સામે આવી છે કે જ્યાં સરકાર ના ખર્ચે બનાવવામાં આવેલ નલ સે જલ યોજના અંતર્ગત નલ તો મુકાયા છે પરંતુ આજે પણ ગ્રામજનો જલ માટે વલખા મારી રહ્યા છે.
આ સાથે તો લગ્ન પ્રસંગે વેચાતા ટેન્કર મંગાવવા પડે છે. નલ સે જલ યોજના ની કામગીરી પણ પોકળ હોવાના દ્રશ્યો જોવા મળી આવ્યાં હતાં.
કેટલીક જગ્યાએ તૂટેલી હાલતમાં તો જમીન માં નિર્ધારિત માપદંડ પાઈપો હોવી જોઈએ એની જગ્યાએ ઉપર જ પાઈપો દેખાય છે.
રુમડીયા   ગામમાં વાપરવાના પાણી તો ઠીક પરંતુ લોકો પીવાના પાણી માટે પણ ગ્રામજનો કસરત કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
 ગામમાં કોઈ લગ્ન હોય ત્યારે પાણી વેચાતું લાવવામાં આવે છે. અને જેનો ખર્ચ ૧૨ હજાર થી ૧૫ હજાર સુધી થતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા  લોકોની સુખાકારી માટે  અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. અને લોકો ના કલ્યાણ માટે  કરોડો રૂપિયા ખર્ચતી હોય છે ત્યારે  જવાબદારો ની કથિત બેદરકારીને પાપે તેનો સીધો લાભ આમ જનતા ને મળી શકતો નથી. અને પાળા નાં વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાય છે.
અને સરકારની પાણીદાર યોજનાઓ પાછળ ખર્ચવામાં આવેલા નાણા હાલ તો પાણીમાં ગયા હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હાલ આ વિસ્તાર માં  લગ્નસરા ની મોસમ પુરબહાર છે તેવામાં પાણીની તંગી એ ગ્રામજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પ્રસંગ માં પાણી માટે મોટો ખર્ચ ભોગવવાના વારા આવે છે.
 એટલું જ પુરતું નથી  લગ્ન પ્રસંગે પધારેલ મહેમાનો ની પાણી વ્યવસ્થા માટે  વરરાજા ના  પરિવારે સંતાન નાં સાત ફેરા ફરતા પેહલા પાણી નાં ફેરા ફરવા પડે તેવી વિકટ પરિસ્થિતિ નું નિર્માણ થવા પામેલ છે.
અરવિંભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે
આ વિસ્તારની સંબંધિત અધિકારીઓ દ્વારા મુલાકાત લઇ સદર યોજના ની વાસ્તવિક પરિસ્થિતિ નું સર્વે કરવામાં આવે તેવી અમારી માંગ છે.
બનસિંગ ભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે
હાફેશ્વર અમારા ગામથી ૨૫ થી ૩૦ કિલોમીટર છે તો જ્યારે ૭૦૦ કિલોમીટર દૂર કચ્છ ભુજ પાણી હાફેશ્વર થી પહોંચતું હોય તો અમારા ગામમાં કેમ નહીં પહોંચતું તે એક યક્ષ પ્રશ્ન છે.
કાંતાબેન જણાવી રહ્યા છે કે ઘણી વખત પાણી લાવતા અમારું માથું તપી જાય છે અને રડી પણ દેવાય છે ત્યારે પાણીની સવલત અમારા ગામમાં થાય તેવી સરકારને વિનંતી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230517-WA0024-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *