Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમતા ત્રણ ઇસમોને ફુલ કિ.રૂ.૩૦,000/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ ખાઇ,જી.પી શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂ-જુગારની બંદિ દુર કરવા પ્રીહિ-જુગાર કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નાઓએ અમરેલી જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિષક્ષક શ્રી જે.પી ભંડારી અમરેલીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય અમરેલી તાલુકા પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.બી.લકકડ સાહેબનાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ાતમી હકિકત આધારે અમરેલી લાઠી ચોકડી બાયપાસ પાસેથી ત્રણ ઇસમને આઇ.પી.એલ. ૨૦૨૩ની “હૈદરાબાદ ગુજરાત વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પોતાના એન્ડરોઇડ ફોનમાં ગુગલ કોમમાં BAMOND EXCH નામની વેબસાઇટ મારફતે ક્રિકેટ મેચનો સો રમતા કુલ ૩ ઇસમોને રોકડા રૂપીયા ૩૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત :- 1) ટીપુસુલતાન તોફીકભાઇ ગીગાણી ઉ.૧૩૩ ધંધો.વેપાર રહે.અમરેલી, સરદાર ચોર બી.કે.ટાંકના ડેલા પાસે
તા.જી અમરેલી
૨) સાહીલભાઇ રફીકભાઇ ડબાવાલા ઉ.વ.રર ધધો.વેપાર રહે.અમરેલી, ચાંદની ચોક શ્યામ બેકરી પાસે
તા.જી.અમરેલી
 ૩) સાજીદભાઇ ઓસમાનભાઇ લાખાણી ઉ.વ.૩૨ ધંધો ડ્રાઇવીંગ રહે.અમરેલી, યાદની ચોક શ્યામ બેકરી પાસે
તા.જી.અમરેલી
ગુન્હામાં પકડવાનો બાકી આરોપીની વિગત :-
૪) સાજીદભાઇ કચરા રહે.અમરેલી બારવાડી તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી અને શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વાસ કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230516-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *