વડોદરા
વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. સુરેશ પટેલને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આરએસએસના કાર્યક્રમમાં હાજરી અને પ્રવચન આપવા બદલ સુરેશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આર.એસ.એસ.નો કાર્યક્રમ હરણીની સિગ્નસ સ્કૂલમાં યોજાયો હતો. ૮ મે ના રોજ આર.એસ.એસ.ના પ્રશિક્ષણ વર્ગમાં અતિથિ તરીકે હાજરી આપી હતી. જે બાદ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
