આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદ કક્ષાનો “કલા ઉત્સવ” બી.આર.સી ભવન ડભાણ ખાતે યોજાઈ ગયો.જેમાં તાલુકાના સીઆરસી કક્ષાએ વિજેતા થયેલ ધો.૬ થી ૮ ના બાળ કલાકારોએ ભાગ લીધો. તેમાં ચિત્રકલા સ્પર્ધામાં વાલ્લા પ્રાથમિક શાળાના
ચશ કમલેશભાઈ પટેલ પ્રથમ વિજેતા થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે..તેઓને પ્રમાણપત્ર તથા રું ૫૦૦/-નો પુરસ્કાર અર્પણ કરાયો છે.હવે તેઓ જિલ્લા કક્ષાએ નડિયાદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.તેઓને વિશેષ પ્રેરણા અને માર્ગદર્શન ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આપ્યું હતું .આ બાળ કલાકારની સિદ્ધી બદલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી- આર આર પરમાર,બીઆરસી કુલદીપસિંહ રાજ, શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા શાળા પરિવારે ખાસ અભિનંદન આપ્યા છે.


