ઘડિયા લગ્ન સમિતિ જામનગર. જોડિયા. ધ્રોલ. પડધરી.કાલાવડ. વિસ્તાર ના ઘડિયા લગ્નના સમિતિ ના સાથ સહકાર આપવા માં આવે છે…………………………………
સમિતિ ના સભ્યો બાબુભાઇ ગોપીયાણી.. ગીરધરભાઈ એચ. પનારા..ઠાકરશીભાઈ ભીમા ણી..મુકેશભાઈ એચ.ભાલોડિયા.. ભીમજીભાઈ કગથરા..શાંતિલાલ ગડારા.. મુકેશભાઈ કાનાણી…હિતેશભાઈ ચનીયારા..હડિયાણા ગામના ઉમિયા સમિતિના સભ્યો હસમુખભાઈ કાનાણી..રાજેશભાઈ પાડલીયા ……………………….
આજ રોજ હડિયાણા ગામના કન્યા પક્ષના પરિવાર ગામના જ વતની છે.. જેમાં હડિયાણા ગામના આ.સૌ. જશુંબહેન તથા નટવરલાલ લખમણ ભાઈ કાનાણી ની સુપુત્રી ચી.કૃપાલી ના મોરબી ગામના વતની અ. સૌ.
પુષ્પાબેન તથા ધનસુખભાઈ તરસીભાઇ સંતોકીના સુપુત્ર ચી.હેપ્પી ના લગ્ન તા.22.05.2023 ના રોજ સોમવારે જેઠ સુદ 3 ના દિવસે યોજવામાં આવ્યા હતા…..
.ઘડિયા લગ્નમાં સમાજ દ્વારા દરેક પરિવાર ને આર્થિક. માનસીક. શારીરિક તથા સમયની ઊર્જા ખૂબ મોટા પ્રામાણમાં બચાવી તેમજ સમાજ જીવનમાં ઉતાવળે ઉછીની ફેશન. પશ્ચિમી અનુકરણ.સંપતિવાનના ભબકાથી અંજાય બીન જરૂરી દેવાદાર બનતા અટકાવવા. સમાજનાં નાના પરિવાર ને વગર આગળી પકડયે સ્વમાનભેર ઉભા રહેવા. સામાજિક વાતાવરણ નું નિર્માણ કરવા. બચાવેલ ઉર્જા ને સામાજિક ઉત્થાન તરફ વાળવા. પછેડી જેવડી સોડ તાણી પ્રસંગ ઉકેલવા માટે નું સુંદર આયોજન એટલે ઘડિયા લગ્ન કહેવાય છે…..
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ:: હડિયાણા………………..


