સર્પને પકડવા
દરમિયાન સાત વખત સપૅડંસનો ભોગ બન્યા હોવા છતાં પોતે હિમ્મત રાખી સેવા કરી રહ્યાં છે..
દેલવાડાના સાહસિક યુવાનએ જીવ સૃષ્ટિ બચાવવાનો અનોખો પ્રયાસ કરતા યુવાન આ વિસ્તારમાંથી
અસંખ્ય ઝેરી સાપોને પકડી પાડયા છે. અને નવું જીવનદાન આપ્યું હોય સર્પને પકડવા દરમિયાન અનેક
વખત સાપે ડંસ મરેલ હોવા છતાં પોતે સાહસ કરી પોતાના જીવના જોખમે જ્યાપણ સાપ નિકળે ત્યારે લોકો
તેમને જાણ કરે એટલે સેવા માટે પોહચી જઈ સાપને સલામત રીતે પકડી અને જંગલમાં મુક્ત કરી દેવામાં
આવે છે.
દેલવાડાના સાહસિક હિંમતભાઈ મકવાણાએ 1000 થી વધારે સર્પોને ઘરો અને વાડી માંથી પકડીને સુરક્ષિત
રીતે જંગલ વિસ્તારમાં મુકત કર્યા તે દરમિયાન હિંમતભાઈને સાત વખત સપૅ ડંસ મારતા મોતના
મુખમાંથી પાછા ફર્યા છે. આજે પણ વન્ય જીવ બચાવવાનું કાર્ય સતત તેઓ કરતા રહે છે આ વિસ્તારમાં
મોટાભાગે ઝેરી કિંગ કોબ્રા હોય છે તેઓને પણ તે સફળતાપૂર્વ પકડીને જંગલમાં છોડી આવે છે. આ
આસપાસના વિસ્તારમાં હિંમતભાઈ દ્વારા અનેક માનવ જિંદગી તેમજ ઝેરી સર્પોને નવું જીવન આપ્યું છે.
ઝેરી સર્પનો નામ લેતા જ ભલભલાના પસીના છૂટી જાય ત્યારે હિંમતભાઈનુ આ બહાદુરીનુ કામને સૌકોઈ
લોકોએ સાહસિક યુવાન તરીકે વિરદાવ્યા હતા.


