Gujarat

સમગ્ર ભારતની સૌથી મોટી STEM QUIZ માં લીલીયા તાલુકા ના સલડીના ડૉ. કેતન કાનપરિયાએ QUIZ MASTER તરીકે અભૂતપૂર્વ સંચાલન કર્યું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, (D.5.7.), ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ભારતની સૌથી મોટી GUJARAT STEM Quiz 2.0 નું તા. 09-05-2023 થી તા. 12-05-2023 દરમિયાન ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ GUJARAT STEM QUIZ 2.0 માં ગુજરાત રાજ્યના સાડા પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રાજ્ય કક્ષાની GUJARAT STEM QUIZ 2.0 માં તા. 11- 05-2023ના રોજ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામના કવિ, વિવેચક અને સંશોધક તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,લીલીયાના પ્રોફેસર ડૉ. કેતન વિનુભાઈ કાનપરિયાએ QUIZ MASTER તરીકે અભૂતપૂર્વ સંચાલન કરીને ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)ના એડવાઈઝર ડૉ. નરોત્તમ સાહુ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ રાજ્ય કક્ષાની Quiz માં ડૉ, કેતન કાનપરિયાએ SCIENCE, TECHNOLOGY, ENGINEERING અને MATHEMATICS વિષય ઉપર પ્રાઈમરી રાઉન્ડ અને સ્ટેજ(ફાઈનલ) રાઉન્ડમાં ડીઝીટલ પ્રશ્નોતરી દ્વારા સુંદર દેખાવ કરીને સૌ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત પ્રેક્ષકોને રોમાંચિત કરી દીધા હતા. આ રાજ્ય કક્ષાની Quiz માં પ્રાચીન ભારતીય મહાપુરુષોએ વિજ્ઞાન અને ગણિતના ક્ષેત્રમાં કરેલા અસામાન્ય યોગદાનને યાદ કરીને ડૉ. કેતન કાનપરિયાએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ડૉ. કેતન કાનપરિયાએ આધુનિક યુગમાં ગણિત,વિજ્ઞાન,ટેકનોલોજી ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો અને વિશિષ્ટ ઘટનાઓની સાદર નોંધ લઈને પછી પ્રાચીન ભારતના વરાહમિહિર, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત વગેરે મહાપુરુષોએ ગણિત – વિજ્ઞાન ક્ષેત્રમાં કરેલા મહાન કાર્યોની વિગતવાર છણાવટ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આજની 21 મી સદીના વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ ડીઝીટલ યુગમાં ભારતની સૌથી મોટી GUJARAT STEM QUIZ 2,0 માં ડૉ. કેતન કાનપરિયાએ ગણિત,વિજ્ઞાન,ટેકનોલોજીની સાંપ્રત વિશિષ્ટતાઓની સાથે સાથે ભારતના પ્રાચીન તથા વૈભવશાળી વારસાને સાંકળી લઈને ઉપસ્થિત સૌને ભારતીય સંસ્કૃતિની ભવ્યતા વિશે વિચારતા કરી દીધા હતા. ડૉ. કેતન કાનપરિયાની QUIZ MASTER તરીકેની આ પ્રસંશનીય કામગીરી બદલ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST) દ્વારા તેમનું વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવનારા ડૉ. કેતન કાનપરિયાએ હવે SCIENCE, TECHNOLOGY, ENGINEERING અને MATHEMATICS વિષયે યોજાયેલી ભારતની સૌથી મોટી GUJARAT STEM QUIZ 2.0 માં QUIZ MASTER તરીકે અવર્ણનીય દેખાવ કરીને સલડી ગામ, લીલીયા તાલુકો અને અમરેલી જિલ્લાને ગૌરવાન્વિત કર્યું છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230523-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *