Gujarat

ગતરાત્રીએ વાવાઝોડાની અસર રેલવે સેવા ઉપર પડી છે, રેલવે ટ્રેક ઉપર વૃક્ષો ધરાશય થતા છોટાઉદેપુર પ્રતાપનગર અને છોટાઉદેપુર અલીરાજપુરની ચાર ટ્રેનો રદ કરાઈ છે.

ગતરાત્રીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભયાનક વાવઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશય થયા જેમાં છોટાઉદેપુરને જોડતી રેલેવે લાઈન ઉપર પણ વૃક્ષો પડતા મધ્યપ્રદેશના અલીરાજપુરથી છોટાઉદેપુર ની એક ટ્રેન અને છોટાઉદેપુર થી વડોદરાના પ્રતાપનગર આવતી અને જતી ત્રણ ટ્રેન એમ કુલ ચાર ટ્રેન રદ કરવામાં આવી છે. રલેવે વિભાગ દ્વારા ટ્રેક ઉપરથી વૃક્ષો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેક ક્લીઅર કરી વહેલી તકે રેલ સુવિધા કાર્યરત કરાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *