Gujarat

અમદાવાદમાં મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

અમદાવાદ
અમદાવાદમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે, અહીં પત્નીએ જ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ ફરિયાદમાં પતિ પોતાના પત્નીને દેહવ્યાપાર કરવાનો માટે દબાણ કરતો હોવાની વાત સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર રહેતી એક મહિલાએ પોતાના પતિ અને અન્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદ અનુસાર, મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને દેહવ્યાપાર કરવા માટે દબાણ કરતો હતો, એટલુ જ નહીં પતિએ તેના સાગરિતો સાથે મળીને પત્નીના ફોટાને મૉર્ફ કરીને ન્યૂડ બનાવ્યા હતા, આ તમામ ફોટાને વાયરલ કરાયા બાદ પત્નીએ પોતાના પતિ અને અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *