ગાંધીનગર
ઇ્ઈ એક્ટ-૨૦૦૯ હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રવેશ મેળવવા માટેની ૮૨,૮૫૩ જગ્યાઓ સામે કુલ ૯૮,૬૫૦ અરજીઓ મળી હતી. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ ૪,૯૬૬ બાળકો પ્રવેશ મેળવ્યા છે. તો ઇ્ઈ હેઠળ કુલ ૧૨૯૧ જેટલા ખોટા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. આ વર્ષે ઇ્ઈ એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨.૧૮ લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૯૮,૬૫૦ અરજીઓ મળી હતી.વધુમાં ઇ્ઈ હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ ૧૨૯૧ જેટલા એડમીશન રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇ્ઈ છઝ્ર્-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૯,૮૬૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં ૨૫ ટકા મુજબ ૮૨,૮૫૩ જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ ૯૮,૬૫૦ અરજીઓ મળી છે.વિધાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો.પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી ૧૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલા હોય તેમજ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી ઇ્ઈ હેઠળ પ્રવેશ રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજાે રાઉન્ડ ૨૯ મે ૨૦૨૩ સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વધુ ૪૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ૫ જૂન ૨૦૨૩ સોમવાર સુધીમાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવવાનો રહેસે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯૯૫૮ શાળાઓમાં ૨૫ ટકા લેખે ઉપલબ્ધ ૭૧૪૫૨ જગ્યાઓ પર ૨૧૮૨૨૮ અરજીઓ મળી હતી, તે પૈકી ૧૭૬૪૪૫ અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને ૪૧૮૭૩ અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના ૪ રાઉન્ડ બાદ એકદંરે ૬૪૩૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૩ હજાર લેખે રૂ. ૧૪૦.૪૧ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂ. ૧૩૬૭૫ લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. ૫૨૧.૯૨ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે.ઇ્ઈ એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬ અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬ હિન્દી માધ્યમની ૨૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે.


