આજેર્ન્ટિના
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં વિશ્વ વિજેતા રહેલા આજેર્ન્ટિનાને અંડર ૨૦ વર્લ્ડ કપમાં નિરાશા મળી છે. નાઈજીરિયા સામે ૨-૦થી હાર થતા, આજેર્ન્ટિનાની ટીમ અંડર ૨૦ ફિફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ છે. આજેર્ન્ટિનાની અંડર-૨૦ રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ, જેવિયર માસ્ચેરાનોએ દાવો કર્યો છે કે ચાલી રહેલા ફિફા ેં૨૦ વર્લ્ડ કપમાં નાઇજીરિયા સામે તેમની ટીમની બે ભૂલોની કારણે બહાર થવું પડયું. નાઈજીરીયાએ યજમાન ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધા છે, કારણ કે રાઉન્ડ ઓફ ૧૬માં ૨-૦થી શાનદાર જીત મેળવી છે. ગોલ રહિત પ્રથમ હાફ પછી, ઇબ્રાહિમ મુહમ્મદે ૬૧મી મિનિટે પ્રથમ ગોલ થયો હતો. રિલવાનુ સરકીએ સ્ટોપેજ ટાઇમમાં શાનદાર ગોલ કરીને ૨-૦ નાઈજીરીયાને જીત અપાવી હતી. નાઈજીરીયા હવે કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. આ ટીમ વર્લ્ડ કપમાં પહેલીવાર દક્ષિણ અમેરિકાની ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.અંડર ૨૦ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૩માં હાલમાં ‘રાઉન્ડ ઓફ ૧૬’નો તબક્કો ચાલી રહ્યો છે. આ સમાચાર લખાઈ છે તે પહેલા ‘રાઉન્ડ ઓફ ૧૬’માં આજે ગેમ્બિયા દૃજ ઉરુગ્વે અને એક્વાડોર ફજ સાઉથ કોરિયાની મેચ રમાવાની બાકી છે. ચાલો જાણીએ ‘રાઉન્ડ ઓફ ૧૬’ની હમણા સુધીની મેચના પરિણામો.
આજેર્ન્ટિના ૦-૨ નાઈજીરીયા
ઈંગ્લેન્ડ ૧-૨ ઈટાલી
બ્રાઝિલ ૪-૧ ટ્યુનિશિયા
ઉઝબેકિસ્તાન ૦-૧ ઈઝરાયેલ
કોલંબિયા ૫-૧ સ્લોવાકિયા
યુનાઈટેડ સ્ટેટ્સ ૪-૦ ન્યુઝીલેન્ડ
‘રાઉન્ડ ઓફ ૧૬’માં મહત્વની મેચ જીતીને નાઈજીરીયા, ઈટાલી, બ્રાઝિલ, ઈઝરાયેલ, કોલંબિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ કવાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જ્યારે આજેર્ન્ટિના, ઈંગ્લેન્ડ, ટયુનિશિયા, ઉઝબેકિસ્તાન, સ્લોવાકિયા, ન્યુઝીલેન્ડની ટીમ બહાર થઈ ગઈ છે. ૩ જૂનથી ૫ જૂનની વચ્ચે કવાર્ટર ફાઈનલ મેચ રમાશે. ૧૨ જૂનના દિવસે અંડર ૨૦ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાશે.


