Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૫માં નવનિર્માણ પામેલ શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૫માં નવનિર્માણ પામેલ શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજકોટ શહેર તા.૨/૬/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ૫૧ લાખના ખર્ચે વોર્ડનં.૧૫માં નવનિર્માણ પામેલ શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડનં.૬માં બનેલા કબીરવન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ રાજકોટ-૬૮ વિધાનસભાના માન.ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, આરોગ્ય કમિટી ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડનં.૬ના કોર્પોરેટર દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, વોર્ડનં.૧૫ ભાજપ પ્રભારી જીણાભાઈ ચાવડા, પ્રમુખ સોમાભાઈ ભાલીયા, મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, વોર્ડનં.૬ ભાજપ પાર્ટીના પ્રભારી રમેશભાઈ પરમાર, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા આ ઉપરાંત આ વિસ્તારના અગ્રણી મનસુખભાઈ જાદવ, દલસુખભાઈ જાગાણી, પરાગભાઈ મહેતા, પિન્ટુભાઈ રાઠોડ, અગ્રણી દિગુભા ગોહેલ, રાજુભાઈ પાટડિયા, કિન્નરીબેન ચૌહાણ, કિરણબેન પાટડિયા, નમ્રતાબેન પઠાણ, નારણભાઈ, હિરેનભાઈ રાવલ, વિનુભાઈ અગ્રાવત, પ્રેમજીભાઈ મકવાણા, દેવજીભાઈ વસાણી, હરેશભાઈ ટુડીયા, પ્રવિણભાઈ રૈયાણી, બી.ડી.તલસાણીયા, દીપકભાઈ ગજેરા, વિજયભાઈ ડોડીયા, મનોજભાઈ ગરૈયા, હેતલબેન પાટડિયા, મિલનભાઈ લીંબાસીયા, મહેબુબભાઈ સાઝદા, શૈલેષભાઈ પ્રજાપતિ, વોર્ડનં.૧૫ના પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અગ્રણી વરજાંગભાઈ હુંબલ, મહેશભાઈ અઘેરા, રામભાઈ હેરભા, પ્રભારી જાન્સનાબેન હેરભા, પ્રમુખ સંગીતાબેન પેઢડીયા, ગીતાબેન પારઘી, વિનોદભાઈ કુમારખાણયા, નાનજીભાઈ પારધી, કનુભાઈ કરવડા, ભમુભાઈ ખીમસુરીયા વગેરે ઉપસ્થિત રહેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી રહે તે માટે ૨૩ આરોગ્ય કેન્દ્રો અને દરરોજ મજુરીકામે જતા નાગરિકોને પ્રાથમિક આરોગ્યની સારવાર મળી રહે તે માટે સાંજના ૫ થી ૯ દરમ્યાન જુદા-જુદા સ્લમ એરિયામાં ૬૦ જેટલા પંડિત દિન દયાળ ઔષધાલય ચલાવવામાં આવે છે. આ આરોગ્ય કેન્દ્રોમાં નિ:શુલ્ક દવાઓ તેમજ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. વોર્ડનં.૧૫ શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્રનું જુના બિલ્ડીંગની જગ્યાએ ૨૫૦ ચો.મી.જગ્યામાં નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં હોલ (વેઇટિંગ રૂમ), મેડીસીન રૂમ, લેબોરેટરી, ડૉકટર રૂમ-૨, હેલ્પ ડેસ્ક, ટોયલેટ બ્લોક, ફર્સ્ટ ફ્લોર પર હોલ (વેઇટિંગ રૂમ), ડૉકટર રૂમ-૨, કોન્ફરન્સ રૂમ, સ્ટોર રૂમની સુવિધા આપવામાં આવેલ છે. આરોગ્ય કેન્દ્રથી વોર્ડનં.૧૫ની અંદાજે એક લાખ જેટલી વધુ વસ્તીને આરોગ્યની સેવાનો લાભ મળશે. વોર્ડનં.૬ કબીરવન સોસાયટી ખાતે કબીરવન આરોગ્ય કેન્દ્રના જુના બિલ્ડીંગને દુર કરી રૂ.૭૯.૭૫ લાખના ખર્ચે ૩૦૯ ચો.મી. જગ્યામાં નવું આરોગ્ય કેન્દ્ર બિલ્ડીંગ બનાવવામાં આવેલ છે. આ આરોગ્ય કેન્દ્રમાં ગ્રાઉન્ડ ફલોરમાં મેડીકલ ઓફિસરની રૂમ, ઓ.પી.ડી. નર્સિંગ રૂમ, વેક્સીનેશન રૂમ, હોલ (વેઇટિંગ રૂમ), મેડીસીન રૂમ, લેબોરેટરી, ડૉકટર રૂમ, ટોયલેટ બ્લોક, હેલ્પ ડેસ્ક, ફર્સ્ટ ફ્લોર પર પેડીયાટ્રીક રૂમ, ગાયનેક રૂમ, કોન્ફરન્સ રૂમ, આર.બી.એસ.કે. રૂમ અને ટોયલેટ બ્લોક વગેરે સુવિધા આપવામાં આવેલ છે. વોર્ડનં.૬માં સુવિધા સાથેનું આરોગ્ય કેન્દ્ર બનવાથી અંદાજે એક લાખ જેટલી વધુ વસ્તીને આરોગ્યની સુવિધાનો લાભ મળશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20230602-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *