ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના
ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૧/૦૬/૨૦૨૩ ની રાત્રીના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામથી ખીજડીયા જંકશન જવાના કાચા રસ્તે, માળ તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં હાથબત્તીના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આંઠ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) વિજય કનુભાઇ બુહા, ઉ.વ.૩૮, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી. (૨) રાકેશ ગોરધનભાઇ રાઠોડ, ઉ.વ.૨૫, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી.
૩) ભાવેશ ઉર્ફે દિલીપ અનુભાઇ પસાળા,ઉ.વ.૩૩, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી.
(૪) તુષાર ઉર્ફે ખુશાલ કિરીટભાઇ ફસુકવાડીયા,ઉ.વ.૨૨, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,
(૫) રણજીત રાણીંગભાઇ વાળા,ઉ.વ.૩૦, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,
(૬) સામત વાસુરભાઇ ભુવા,ઉ.વ.૩૮, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી.
(૭) જયેશ ભીખુભાઇ સોજીત્રા,ઉ.વ.૪૨, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી.
(૮) રણજીત વાસુરભાઇ સોસા,ઉ.વ.૩૨, રહે.હરસુરપુર દેવળીયા, તા.લાઠી, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલઃ-
→ રોકડા રૂ.૪૪,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૮ કિં.રૂ.૪૦,૦૦૦–/- તથા હાથબત્તી – ૧ કિ.રૂ.૨૦૦/- ગંજીપાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૮૫,૧૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, રાહુલભાઈ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


