Gujarat

જૂનાગઢ સંગ્રહાલય દ્વારા  પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ યોજાશે

આગામી પાંચમી જૂનનાં પર્યાવરણ દિવસ અનુલક્ષીને  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના  પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય ખાતું તથા ક્યૂરેટર  જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ૦૫મી જુન સોમવારના વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.

જૂનાગઢ સંગ્રહાલય ઓપેરા હાઉસ ખાતે સવારે ૧૦ વાગ્યાથી ૧૨  વાગ્યા સુધી વૃક્ષોનું મહત્વ સમજ આપવાની સાથે આ વિશેષ કાર્યક્રમ યોજાશે.  એમ સંગ્રહાલય ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *