Gujarat

હિન્દુને એકસેપ્ટેબલ અને રિસ્પેટેબલ બાનવવા માટે હિન્દુ ઈકોમોની પર કામ કરવું જરૂરી છે: સ્વામીજી

ઈશ્વરે આપેલી હિન્દુ સમાજની તમામ શક્તિનો ઉપયોગ વિશ્વ કલ્યાણ માટે થાય તે આવશ્યક છે. આ માટે વિશ્વના તમામ હિન્દુઓને તેમની રુચિ અનુસારના વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા તથા પરસ્પર સહકારની ભાવના કેળવવા  માટે વૈશ્વિક સ્તરે એક મંચ ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશથી વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવે છે.
આ આયોજન થકી વિશ્વમાં વસતા હિંદુ નેતાઓ, વિચારકો, સમાજ સેવકો અને વિવિધ ક્ષેત્રોના કાર્યકર્તાઓને સૌના માટે ન્યાય અને કલ્યાણ ભાવનાના દ્રષ્ટિકોણથી એકત્ર થઈ સામૂહિક ચિંતન કરી કાર્ય યોજના તૈયાર કરવાનો અવસર પ્રાપ્ત થાય છે.  આયોજનની આ શ્રેણીમાં વર્ષ ૨૦૧૪ માં દિલ્હી ખાતે તથા વર્ષ ૨૦૧૮ માં શિકાગો ખાતે વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું સફળ આયોજન થઈ ચૂક્યું છે.
આ વર્ષે ૨૦૨૩ માં, આ આયોજન બેંગકોક ખાતે થવા જઈ રહ્યું છે. કોંફ્રેન્સ બાબતે ઉપસ્થિત પ્રબોધ નાગરિકોને સંબોધતા સ્વામીજીએ જણાવ્યું હતું કે હિન્દુત્વ અને હિન્દુને ટકાવી રાખવા માટે હિન્દૂ ઈકોનોમી પર કામ કરવું ખૂબ જરૂરી છે, હિન્દુને એકસેપ્ટેબલ અને રિસ્પેટેબલ બાનવવા માટે સહુએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. જ્યાં સુધી વૈશ્વિક સ્તરે હિન્દૂ ઇકોનોમી પર કામ નહીં કરાય ત્યાં સુધી ભારત અને હિન્દૂને પ્રભાવી સ્વરૂપે વિશ્વ પટલ પર નહીં આવી શકે.
આ લક્ષને પહોંચવા માટે આ કોન્ફરન્સ ખુબ મહત્વની અને સાર્થક થઈ રહી છે, હિન્દૂ ઇકોનોમીને ઉભી કરવા માટે અર્થશાસ્ત્ર, શિક્ષણ, મીડિયા, રાજશાસ્ત્ર, મહિલા, યુવા અને સંસ્થાઓ એમ સાત વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આયોજિત થશે. આ કાર્યક્રમના ઉદ્દેશ્યોથી કર્ણાવતી મહાનગરના પ્રબુધ્ધ નાગરીકોને મહિતગાર કરાવવા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય જોઈન્ટ જનરલ સેક્રેટરી સ્વામી વિજ્ઞાનાનંદજી દ્વારા આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન – AMA ખાતે એક ગોસ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજી આ કાર્યક્રમની આયોજક સંસ્થા વર્લ્ડ હિંદુ ફાઉન્ડેશનના સ્થાપક તથા આઈઆઈટી – ખડકપુરના સ્નાતક છે.
આ કાર્યક્રમમાં નગરના ૧૦૦ થી પણ વધુ પ્રતિષ્ઠિત નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમની વ્યવસ્થા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી તથા વિહિપ ગુજરાતના મંત્રી શ્રી અશોક રાવલ સહિત અન્ય અગ્રણી પણ સમગ્ર આયોજન દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230604-WA0171.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *