Gujarat

માંગરોળ બંદર ખાતે ખોરાવા પરીવાર દ્વારા શ્રી જીગ્નેશ દાદા ના સુ મધુર સ્વરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઈ..

અને ત્યા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન ભજન ભોજન ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો સમગ્ર માંગરોળ મા ભક્તિમય માહોલ છવાઈ ગયેલ હતો,,
માંગરોળ બંદર ખાતે ખોરાવા પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સુપ્રસિદ્ધ કથાકાર પુ શ્રી જીગ્નેશ દાદા (રાધે રાધે) દ્વારા વ્યાસપીઠે બીરાજી સુંદર સંગીત શૈલી માં ભાગવત કથાનું રસપાન કરાતા હજારો હરિભકતો ઉમટી પડ્યા હતા
માંગરોળમાં આ દિવ્ય ભાગવત સપ્તાહ નુ આયોજન કરાતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદા સાથે આ ભાગવત સપ્તાહના યજમાન મુળજી ભાઇ ખોરાવા તેમજ દુર્ગેશ ભાઇ ખોરાવા નુ સન્માન કરાયુ,,
બંદર વિસ્તારના વિશાળ રામલીલા મેદાનમાં સાત દિવસ સુધી દરરોજ બપોરે ૩ થી ૮ દરમિયાન ભવ્ય ભાગવત કથા સાથે અલગ-અલગ ભક્તિમય કાર્યક્રમો સહીત મહાપ્રસાદ અને દરરોજ રાત્રે ગીતા રબારી, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી જેવા નામી કલાકારો ના મધુર સ્વરે લોક ડાયરા સંતવાણી ભજન નુ ભવ્ય આયોજન કરાતા દરરોજ સામાજિક રાજકીય આગેવાનો સહીત હજારો લોકોએ આ ભજન ભોજન ભકિત નો આ ત્રિવેણી સંગમ કાર્યક્રમનો સમસ્ત આયોજનનો લાભ લઇ ધન્યતા અનુભવી ત્યારે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ના સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણીયા, પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, તેમજ વિ એચ પી આગેવાનો તરુણબાપુ ગોસ્વામી, પ્રફુલભાઇ નાંદોલા, પરેશભાઇ જોષી, આનંદ ભાઇ લુકકા, ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, નિલેશભાઈ સિંઘવા, બજરંગદળના ઘવલભાઇ પરમાર, વિમલભાઇ ગોંડલીયા સહીત માંગરોળના  આગેવાનો દ્વારા કથાકાર જીગ્નેશ દાદા આર્શીવાદ સાથે યજમાન ખોરાવા પરિવારને સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવી શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમજ અયોધ્યા શ્રીરામ મંદિર ની છબી ભેટ આપી વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દ્વારા સન્માન કરવામા આવ્યુ હતુ,,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *