ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રદર્શન ગ્રેડિંગ સૂચકાંક પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડિકેટર માં ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં જૂનાગઢ જિલ્લાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં ૧૯ મું સ્થાન હાસિલ કર્યું છે.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮ – ૧૯, વર્ષ ૨૦૧૯ – ૨૦ નો પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડિકેટર ડેટા બહાર પાડવામાં આવેલ છે. પીજીઆઈ નું મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને ગુણવત્તા પૂર્વક શિક્ષણ સુનિશ્ચિત થાય એ માટેનો છે. ઇન્ડેક્સમાં છ કેટેગરીમાં વિવિધ ક્ષેત્રના આધારે કુલ ૮૩ ઇન્ડિકેટર્સમાં ૬૦૦ માર્કસમાંથી મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ૬૦૦ માર્ક્સમાંથી જૂનાગઢ જિલ્લાએ ૪૪૭ માર્ક મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આા અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર.જી.જેઠવા એ જણાવ્યું હતું કે,આ ઇન્ડેક્સમાં શિક્ષકોનું મહેકમ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ આઉટક્મ, લર્નિંગ ક્વોલિટી, લર્નિંગ મેનેજમેન્ટ, શાળાની સુવિધા – ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળામાં સલામતી, શાળાઓને મળતી ગ્રાન્ટનો ઉપયોગ, સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ સહિતના માપદંડ નો સમાવેશ થાય છે.
