છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ હરવાંટ ગામે ખડબા ફળિયામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી , ખડબા ફળિયામાં રહેતા ભીલીયાભાઈ છોટિયાભાઈ રાઠવાના રહેણાંક મકાન માં આગ લાગી હતી, આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો, આગ લાગતાં કુલ ચાર લાખથી વધુનું નુકસાન થયું હતું,નગર પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચી આગને કાબૂમાં લેવામાં આવી હતી , સરકાર દ્વારા પરિવારને કોઈ મદદ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


