કરીયાવરમા નવ દંપતીઓ ને ખારવા સમાજ દ્વારા 10,000 રુપિયાની ફીક્સ ડીપોઝીટ આપવામા આવી,
જુનાગઢ જિલ્લાના માંગરોળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ૧૬મા સમુહ લગ્નોત્સવ નુ ભવ્ય આયોજન કરાયુ બંદર વિસ્તારના રામલીલા મેદાન ખાતે 18 નવદંપતિઓ એ પ્રભુતા મા પગલા માંડ્યા.
ખારવા સમાજ આયોજિત આ ભવ્ય સમુહ લગ્નોત્સવ માં સવારે મંડપ રોપણ વિધિ તેમજ સાંજે માંગરોળ બંદર ખાતે એક સાથે ૧૮ વરરાજાઓ ને ઘોડા ઉપર બેસાડી પરીવાર ના સભ્યો સહિત આગેવાનો ડીજે ના તાલે ઝૂમી વરઘોડાઓ ને લગ્ન મંડપ સુધી પહોચાવવા મા આવ્યા હતા.
તેમજ વર્ષો ની પરંપરાગત મામાઓ પોતાની ભાણેજ નો હાથ પકડી તેમનિ ઉપર બહેનો દ્વારા ફુલોની વર્ષાઓ સાથે મંડપ સુધી પહોચાડી સુખીસંપન લગ્ન જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.
આ અવસરે જુનાગઢ થી પધારેલ પુજ્ય સંતશ્રી શેરનાથબાપુ દ્વારા તમામ નવદંપતિઓ ને આશિર્વાદ આવ્યા હતા.આ સાથે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ રાજ્કીય સામાજિક ધાર્મીક સંસ્થાઓ ના અનેક આગેવાનોએ ખાસ હાજરી આપી નવદંપતિઓને આશીર્વાદ તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ભગીરથ પાવન અને કલ્યાણકારી કાર્યમા ખારવા સમાજના પટેલશ્રી પરસોતમભાઈ ખોરાવા, સહીત આગેવાનો તથા મુંબઈ ખારવા સમાજના સચિનભાઇ ભદ્રેસા , ચોરવાડ ખારવા સમાજ ના પટેલશ્રી હરીલાલ સોલંકી તેમજ વેરાવળ પોરબંદર ખારવા સમાજના આગેવાનો નવ દંપતીઓ ને આશીર્વાદ આપવા પધાર્યા હતા તેમજ આ લગ્નોત્સવ ને સફળ બનાવવા ખારવા સમાજના દરેક ગૃપો સંસ્થાઓના પ્રમુખો દરેક મિત્રમંડળો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ સમુહ લગ્નોત્સવ ના સુંદર આયોજન ને સફળ બનાવ્યો હતો આ સમુહ લગ્નોત્સવના અવસરે સમગ્ર કાર્યક્રમનુ સુંદર સંચાલન ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ..
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ


