બોડેલી ના ઢોકલીયા થી નસવાડી જતા ત્રણ રસ્તા પર મુકવામાં આવેલ સર્કલ પર ચારેય તરફ ના સાઈન બોર્ડ મુકવામાં આવેલ છે સર્કલ ને ફરતે બનાવામાં આવેલ પાળી તૂટેલી હાલત માં રોડ પર પડીલી જોવા મળી રહી છે જેના પથરા રોડ પર વેખરાયેલા હોવા ને કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે વહીવટી તંત્ર દ્વવારા સર્કલ નું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી પ્રજા ની માંગ છે.
બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પર સ્ટેટ હાઇવે ને કારણે સર્કલ પર થી રોજ મોટી સંખ્યા માં વાહનો ની અવર જવર થાય છે છેલ્લા કેટલાક દિવસ થી ત્રણ રસ્તા પર નું સર્કલ વાહનો ની ટક્કર થી તૂટી ગયું છે સર્કલ નું રીપેરીંગ કામ ન કરવામાં આવતા સર્કલ ના પથ્થર રોડ પર વેખરાયેલા જોવા મળી રહ્યા છે. વીખરાયેલા પથ્થર ને કારણે અકસ્માત થવાની શક્યતા રહેલી છે તંત્ર અકસ્માત ની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર રોડ રસ્તા પાછળ કરોડો નો ખર્ચ કરે છે પરંતુ સર્કલ બનાવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે જે નવાઈ પમાડે તેવી વાત છે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે સર્કલ નું રીપેરીંગ કામ કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


