Gujarat

 સિટી સિવિક સેન્ટર- સુવિધાઓનું ‘ વન સ્ટોપ સેન્ટર’- ૧૦મી જૂનના રોજ ખુલ્લુ મુકાશે

ડાકોરના અંદાજે ૨૬ હજારથી વધુ લોકોને સીધો લાભ થશે
***
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરનો ઇ-લોકાર્પણ કરશે
***
ખેડા જિલ્લાના ડાકોર ખાતે ૧૦ જૂન ૨૦૨૩ના રોજ સિટી સિવિક સેન્ટર નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરશે.
ગુજરાતમાં સિટી સિવિક સેન્ટર ખેડા જિલ્લાના ડાકોર ઉપરાંત બરવાળા,  સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીના પ્રજાજનોને તેનો લાભ મળશે.   .
ખેડા જિલ્લાના ડાકોર ખાતે શરૂ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી ડાકોરની ૨૬ હજાર વસ્તીને સીધો લાભ મળશે. ડાકોરના ૨૬ હજાર નાગરીકો માટે સિટી સિવિક સેન્ટરમાં હેલ્પ ડેસ્ક,  LED ડિસ્પ્લે સાથે ટોકન નંબર સિસ્ટમની સુવિધા તેમજ બેઠક વ્યવસ્થા, ફાયર સેફ્ટી આ તમામ સુવિધાનો ૧૦ જૂનથી ડાકોરના નાગરિકો લાભ લઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે.
ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ રાજ્યની ૧૫૭ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી  જરૂરિયાત છે. જેથી નગરપાલિકા વિસ્તારના રહેવાસીઓની સુવિધા માટે સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવામાં આવી રહી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર હાલના સમયની માંગ બન્યું છે.
‘સિટી સિવિક સેન્ટર’માં મિલકત વેરો, વ્યવસાય વેરો, વાહાન કર, મકાનના નકશાની મંજૂરી, બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, ડુપ્લીકેટ જન્મ મૃત્યુ પ્રમાણકર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાઇસન્સ, લારી ફેરિયા અંગેના લાઇસન્સ, માહિતીનો અધિકાર(RTI) સ્વીકૃતિ, હોલ બુકિંગ, કર વિભાગ ની અરજીની સ્વીકૃતિ,  લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ  રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  આમ, તે આ સિવિક સેન્ટર નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય થાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવશે.

IMG-20230609-WA0040-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *