રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે જામનગર તાલુકાના સૂર્યપરા, અલિયા તથા બાળા ગામની રૂબરૂ મુલાકાત લઈ લોકો સાથે સંવાદ સાધ્યો હતો.અને લોકોના પ્રશ્નો તથા રજૂઆતો પરત્વે ચર્ચા કરી હતી.તેમજ સૂર્યપરા ખાતે રૂ.ચાર લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે આ વિસ્તારોનો મોટાભાગનો વર્ગ ખેતી સાથે જોડાયેલો છે ત્યારે મને સરકાર દ્વારા કૃષિમંત્રી તરીકેનું પદ મળતાં આ વિસ્તારના ખેડૂતભાઈઓને વધુમાં વધુ મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ.રાજય સરકારે પણ ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ અમલમાં મૂકી છે અને જરૂર જણાય ત્યાં યોજનાકીય લાભોમાં વધારો કરી ખેડૂતોના વિકાસ અર્થે સતત પ્રયત્નશીલ છે.ખેડૂત સમૃદ્ધ હશે તો ગામડા સમૃદ્ધ બનશે અને સમૃદ્ધ ગામડાં થકી દેશ સમૃદ્ધ બનશે.
આ તકે શ્રી મુકુંદભાઈ સભાયા, શ્રી વલ્લભભાઈ,સરપંચ સર્વ શ્રીમુકેશભાઈ, કૈલાશભાઈ, મહેશભાઈ મકવાણા તથા વિસ્તારના આગેવાનશ્રી નારણભાઇ પાંભર, હંસરાજભાઈ, કરશનભાઇ, કલ્પેશભાઈ, સહિતના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


