Gujarat

જામનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો

ઠેબા નજીકના બે ભાઈના ડુંગર ખાતે લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી,સ અરદાર પટેલ સોસાયટી, માં શારદાદેવી કો-ઓપરેટીવ સોસાયટી, લેઉવા પટેલ કર્મચારી મીત્ર મંડળ તેમજ સમાજના આગેવાનો દ્વારા કૃષિ, પશુપાલન તથા ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, હું પણ આ સમાજનુ અભિન્ન અંગ છુ અને આ સમાજ થકી જ મે ઘણું બધુ મેળવ્યુ છે. ત્યારે આપ સૌને સંસ્થાકીય, વ્યક્તિગત કે જાહેર કામ માટે મારો સંપૂર્ણ સહકાર રહેશે. કોઈ કર્મચારીને અન્યાય થાય તો તેને યોગ્ય પીઠબળ મળી રહે તે માટે શક્ય તે સાથ અને સહકાર આપવા પૂરતો પ્રયત્ન કરીશ. આ તકે સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ સામાજિક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *