બોડેલી એપીએમસી ગ્રાઉન્ડ ઉપર ગુજરાતના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં ભાજપની વિશાળ જનસભા:મોદી સરકારના 9 વર્ષ પુરા થતા મંત્રીએ મોટી સંખ્યામાં બોડેલી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું..
સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા.. અને દાહોદ લોક બેઠકના પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા.. કેન્દ્રમાં ભાજપ સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે..સમગ્ર છોટાઉદેપુર લોક સભા મત વિસ્તાર માંથી મોટી સઁખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…. મુખ્ય મંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમ વાર છોટાઉદેપુર જિલ્લા આવ્યા..
બોડેલી ખાતે છોટાઉદેપુર લોક સભાની જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં સમગ્ર લોક સભા બેઠક માંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ..મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સરકારની વિવિધ યોજનાઓથી લોકોને મળેલા લાભ વિશે પણ માહિતગાર કર્યા હતા..દુનિયામાં ભારતનું અર્થ તંત્ર હવે સુધર્યું હોવાનો દાવો કર્યો છે…કેન્દ્ર સરકારમાં ભાજપે 9 વર્ષ પૂર્ણ કર્યા તેના અવસરે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા પણ દેશની રાજનીતિની વાત કરી હતી..કેન્દ્રના દૂર સંચાર મંત્રી દ્વારા આવનાર સમયમાં નેટવર્કની જે સમશ્યા દૂર કરવાની પણ વાત કરી છે.
બોડેલીમાં ભાજપની વિશાળ જનસભા:મોદી સરકારના 9 વર્ષ પુરા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે
બોડેલી ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


