જામનગર જિલ્લાના તમામ ખેડૂતોએ હવામાન ખાતાની આગાહી અનુસાર સંબંધિત વાવાઝોડાની
સંભાવના હોઈ, આગોતરા સાવચેતીના પગલાંનું પાલન કરવાનું રહેશે.
જે મુજબ, બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોએ તૈયાર થયેલા ફળો અને શાકભાજી ઉતારી લેવા. તૈયાર ખેતપેદાશો
સલામત સ્થળે ખસેડીને તેનો સુરક્ષિત સંગ્રહ કરવો. તાડપત્રી અથવા પ્લાસ્ટિક વડે તેને યોગ્ય રીતે ઢાંકી દેવું.
તેમજ ખેત પેદાશોના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય. બાગાયતી
પાકોમાં પિયત ટાળવું. કેળ, પપૈયા જેવા ફળ પાકમાં ટેકા આપવા અને થડની આજુબાજુમાં માટી ચડાવવી જોઈએ.
આ ઉપરાંત, જંતુનાશક દવા, હોર્મોન્સ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આ સમયે ટાળવો જોઈએ. એ. પી. એમ. સી. માં
વેપારી મિત્રો અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી. માર્કેટિંગ યાર્ડમાં આ દિવસોમાં ખેત પેદાશો ખુલ્લી જગ્યામાં ના રાખતા
સુરક્ષિત સ્થળે રાખવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
