વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ગુજરાતમાં મહિલાઓમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ અને ક્રાંતિ લાવવાના અને એકપણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ્યથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી,જેનું પરિણામ પણ મળ્યું છે ,આજે શાળાપ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભેખડીયા ,વડગામ અને મોટી સાંકળ પ્રાથમિક શાળામાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આંગણવાડીમાં 12,બાલવાટિકામાં 43 ,અને ધોરણ -1 માં 10 ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો, કલેકટર અને મહાનુભાવો ના હસ્તે પાપા પગલી કરતા પ્રવેશ મેળવેલ ભુલકાઓને સ્કૂલ બેગ, રમકડાં,ચોકલેટ સહિતની સામગ્રી આપી શાળામાં આવવા પ્રોત્સાહિત કર્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


