Gujarat

દરિયાથી પાંચ કિ.મી. ના વિસ્તારમાં કોઈપણ ઝૂપડા કે છાપરામાં લોકો ન રહે તે પણ સુનિશ્ચિત કરવું: મંત્રી શ્રી

રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ તબક્કાવાર રીતે માળીયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામના વાવાઝોડા આશ્રય સ્થાન ખાતે દરિયાકાંઠાના  ૧૫ ગામના સરપંચ, તલાટીઓ આશા બહેનો અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક કરી, બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત આવનાર મુશ્કેલીઓ નિવારવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    તેમણે જણાવ્યું કે, ગામડામાં લોકોને કોઈપણ પ્રકારની નુકસાની ન થાય અને વાવાઝોડાની પરિસ્થિતિ મુજબ સ્થળાંતરની તૈયારી રાખવી પડશે. ખાસ કરીને દરિયાથી પાંચ કિ.મી ના વિસ્તારમાં કોઈપણ ઝૂપડા કે છાપરામાં લોકો ન રહે તે પણ સુનિશ્ચિત કરવું પડશે. બિનજરૂરી રીતે વાવાઝોડાની આગાહી દરમિયાન બહાર હરવા ફરવા ન નીકળવું અને અને બિનજરૂરી વાહનોમાં બિનજરૂરી પ્રયાસ પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.

    મંત્રીશ્રીએ કહ્યું કે, વાવાઝોડા દરમિયાન કોઈપણ પ્રકારના વાદવિવાદ ટાળીને એક સાથે મળીને આવનાર મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું છે. તેમણે કહ્યું કે ગુજરાત રાજ્ય હંમેશા વિપરીત  પરિસ્થિતિઓનો સક્ષમતાથી મુકાબલો કરવા માટે જાણીતું છે. તેવી જ રીતે આ વાવાઝોડાની મુશ્કેલીમાંથી બહાર આવીશું. તેમણે અંતમાં ઉમેરર્યું હતું.

    આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને પ્રાંત અધિકારી નિશાબા ચુડાસમાએ પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી.

   આ તકે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, પ્રાંત અધિકારી શ્રી નિશાબા ચુડાસમા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપસિંહ સિસોદિયા, પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

sarpanch-talati-sathe-meeting-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *