Gujarat

અણધારી કુદરતી આફતો વાવાઝોડાને કારણે ઉછળતાં દરિયાના મોજાં અને પાણી.. દરિયા દેવની નારાજગી દૂર કરવા માટે ખાલી દરિયા દેવની પૂજા અને પ્રાર્થના દરિયા દેવને શાંત કરવા માટે પર્યાપ્ત છે ખરી?? દરિયા દેવના પેટાળમાં અનેક પ્રકારના ઘન પ્રવાહી પ્રદૂષણયુકત કચરાને જતો  અટકાવવા માટે સઘન પ્રયાસો સાથે મળીને કરવા પડશે.. કદાચ તો દરિયા દેવ પણ પ્રસન્ન થઈને કોઈ આશીર્વાદ આપે પણ ખરાં.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
દરિયા દેવને શાંત કરવા માટે પૂજા પ્રાર્થના તો જરૂરી છે  પરંતુ સાથે સાથે દરિયાના પેટમાં પધરાવાતો અનેક વિષયુકત કચરો પણ ક્રોધનું કારણ હોય શકે.. દરિયા દેવ પણ હવે કદાચ પૂજા પ્રાર્થના કરતાં એ ભકતજનોને પોકારી પોકારીને કહેતા હશે કે હવે તો સમજી જાવ.. હવે તો આ સતત વધતાં પ્રદૂષણને નાથવા કોઈ ચોક્કસ હલ શોધો.  કદાચ એ એ પણ કહેતા હોય શકે કે તમે તો એ.સી. કોન્ફરન્સ હોલમાં બેસીને પ્રદુષણને નાથવાનો હલ શોધતાં હશો.. પરંતુ હજુ સુધી કોઈ સંકેતાત્મક પરિણામ હાંસલ કર્યું ખરું? વાહનોના બેફામ ઉપયોગ, રાજકીય, સામાજિક, ધાર્મિક મેળાવડા સમયે વાહનો, પ્લાસ્ટિક પાઉચ કે પ્રદુષિત ઘન કચરો તો આવા કાર્યક્રમોથી વધે કે ઘટે? એ સવાલ પણ કદાચ દરિયા દેવની પૂજા કરતાં ભકતજનોને પૂછતાં પણ હશે? પ્રત્યતરમાં એને શું જવાબ આપવો એની અવઢવ વચ્ચે બસ વર્તમાનપત્રોમાં ફોટા સાથે સમાચારના સ્વરૂપે એક નિવેદન પણ આપો એવું દરિયાદેવ કહેતા નહીં હોય ને? બસ આફત આવે એટલે પ્રકૃતિનું જતનની વાતો સાંભરે બાકી રામેરામ..!! અને એ પણ જાણે ક્ષણિક હોય તેવું લાગે. આમ આફત ટળી અને વળી પાછા મેળાવડા અને વાહનોનો બેફામ ઉપયોગ શરૂ.. પછી પાછા એ જ કહે બોલો હવે પ્રદૂષણ નિયંત્રણ માટે આપણે શું કરવું? આવા બાલીશ સવાલો સાથે મનોમંથન માટે પણ મેળાવડો તો કરવો જ પડે.!! કાર્બન ઉત્સર્જન કેવી રીતે કમ કરવું એની વાત પણ થાય.. થોડા ઘણા પગલાં પણ લેવાય પરંતુ પરિણાત્મક પરિવર્તન આવે એવી નોંધનીય મુવમેન્ટ ક્યાં થાપ છે? આવો સવાલ પણ દરિયા દેવ પૂજા પ્રાર્થના કરતાં ભકતજનોને પૂછી પણ લેતાં હશે’ને? ત્યારે એ દરિયા દેવની પૂજા કરતાં લોકો  ભાવુક થઈને ગેંગેં ફેંફેં થઈને શું જવાબ આપતાં હશે એ તો રામ જાણે.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *