અમરેલી જિલ્લાના એક ગામની મહિલા જે પોતાના 6 વર્ષના દીકરા સાથે દોઢ વર્ષથી પિયરમાં હતા.બેનને શારીરિક માનસિક ત્રાસ આપી અને એક મોટા પુત્રને સાસરિયાઓ એ રાખી લઈ બેનને રિસમણે જાવા મજબુર કરેલ જેથી બેન છેલ્લા દોઢ વર્ષથી પોતાના નાના દીકરા સાથે પિયરમાં આવી ગયેલ હતા.ત્યાંરથી બેનના સાસરિયાઓએ કોઈ દરકાર લીધેલી નહિ અને બેનને તેના પતિને સમજાવી ઘર ચલવવું હોય જેથી તેમને મહિલા સહાયતા કેન્દ્ર(PBSC)ની મદદ લઈ અને પોતના ઉપર થયેલ ત્રાસ અંગેની લેખિત અરજી આપેલ અને આ અરજી અનુસંધાને સેન્ટરના કાઉન્સેલર પારુલબેન મહિડા દ્વારા બંનેપક્ષની મીટીંગ કરી યોગ્ય કાઉન્સેલિંગ દ્વારા પતિ તથા સાસરિયાઓ સમજાવી અને બાળકોના ભવિષ્યનું વિચારવા કહી યોગ્ય સલાહ સુચન આપવામાં આવેલ. બેનના પતિ અને સાસુ-સસરા સમજી જતા બેનના પતિએ બાંહેધરી આપી કે હવે ભવિષ્યમાં ક્યારેય એ એમની પત્નીને હેરાનગતિ નહીં કરે ઘરમાં કમાઈને આપશે તથા કોઈ જાતનો શારીરિક કે માનસિક ત્રાસ નહીં આપે તથા સાસુ-સસરાએ પણ વચન આપેલ કે હવે થી તેમના દ્વારા કોઈ તકલીફ ઊભી નહીં થાય અને સારી રીતે બેનને સાચવશે. આમ,મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર પારુલબેન મહિડાએ એક પરિવારને તૂટતા બચાવી અને ઉમદા કામગીરી કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


