Gujarat

બિપરજોઈ વાવાઝોડા અન્વયે ખેડૂતોએ લેવાની થતી કાળજી

બિપરજોઈ વાવાઝોડા અંતર્ગત ભારે પવન તેમજ વરસાદની સંભાવના હોય જેને ધ્યાને લઈને ખેડૂતોએ રાખવાની થતી તકેદારીના પગલા  જૂનાગઢ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા જણાવવામાં આવે છે

ભારત હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે પવન તેમજ વરસાદ પડવાની સંભાવના રહેલ છે. જેને ધ્યાને લઈ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. ઘાસચારો વગેરે ગોડાઉનમાં સલામત સ્થળે રાખવો તથા તાડપત્રી ઢાંકીને રાખવા, અને તાડપત્રી હાથ-પગી રાખવા. વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર ખાતે લઈ જવાતી ખેત જણસી ઢાંકીને લઈ જવી તેમજ એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ  સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને જણાવવામાં આવે છે.

 તેમજ પશુઓને સલામત સ્થળે રાખવા, ખેતીના ઈનપુટ એટલે કે બિયારણ, ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં રાખવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *