ગુજરાત રાજ્યના પશ્ચિમી સાગરતટ નજીકના ગામડાઓમાં વસવાટ કરતા ગ્રામજનો અને પશુપાલકોને સંભવિત વાવાઝોડાની કોઈ આડઅસર કે મુશ્કેલી ના સર્જાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ રીતે કાર્યરત છે. રાજ્યના સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રવાસ દરમિયાન માંગરોળ તાલુકામાં વિચરણ કરી જીવન નિર્વાહ કરવા પશુપાલક ગામ પરગામ પોતના પશુ સાથે નિવાસ કરે છે ત્યારે તેમને માટે આવનાર સંભવિત ભારે પવન અને વરસાદ સામે રક્ષણ મેળવવા સરકાર તેમની સાથે હોવાની પ્રતીતિ કરાવી હતી.
મંત્રીશ્રીએ, નાગરિકોને લોએજ સ્થિત વાવાઝોડા સામે રક્ષણ આપનારા આશ્રય સ્થાનમાં આશરો લેવા માટે સમજૂત કર્યા હતા. આ માટે જરુરી વ્યવસ્થાઓ કરવા માટે અધિકારીઓને પણ નિર્દેશ આપ્યા હતા.


