ઊનાનું સૈયદ રાજપરા બંદર દરીયાકાંઠે આવેલુ હોય અને અહીયા ૫૦ જેટલા મકાન આવેલ હોય અને અહીયા પ્રોટેક્શન દીવાલ પણ
બનાવેલ હોય પરંતુ આ દિવાલ છેલ્લા ઘણા સમયથી તુટેલી હાલતમાં હોય પરંતુ તંત્ર તુટેલી દિવાલમાં ગાબડા પડેલ જોઇ સંતોષ
માની લેતા જ્યારે બે વર્ષ પહેલા તાઉતે વાવાઝોડા વખતે બન્ને બાજુથી મસમોટા ગાબડા પડ્યા હતા. તે ગાબડા હજુ સુધી તંત્રએ
પૂર્યા નથી. અને અહીયા ૫૦ મકાનો માંથી ૮ મકાન બે વર્ષથી સંપૂર્ણ ધરાશાય થઇ ગયેલા છે. જ્યારે કોઇક મકાનમાં ગાબડા પડી
ગયા છે. અહી તસ્વીરમાં દેખાઇ રહેલુ ગાબડુ એ મકાનનું હોય અને આવા મકાનમાં લોકો વસવાટ કરી રહ્યા છે. હાલ બિપરજોય
વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં લોકોએ પોતાની જાતે તેમના સગા સંબંધીને ત્યા સ્થળાંતર કરી લીધેલ છે. તે સીવાય બંદર
વિસ્તારના ૮૦ પરીવાર પણ પોતાની રીતે સ્થાળાંતર થઇ ગયેલ….


