ખેતરોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા….ઊના ગીરગઢડા પંથકમાં ગત રાતથી ભારે પવન સાથે વરસાદ વરસતા અડધોથી ૧ ઇંચ
જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ખેતરોમાં તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ભારે પવનના
કારણે અનેક જગ્યાએ વિજપોલ તેમજ વૃક્ષો ધરાશાઇ થયા હતા. રસ્તા પર ધરાશાઇ થયેલા વૃક્ષોને રસ્તા પર પસાર થતા વાહન
ચાલકોને અડચણરૂપ ન થાય તેને ધ્યાને લઇ જીલ્લા ટ્રોફીક પોલીસ દ્રારા દૂર કરવામાં આવ્યા હતા. તાલુકાના સનખડા, ગાંગડા,
ઉંટવાળા, ખત્રીવાડા સહીતના આજુબાજુના ગામોમાં એક ઈંચ વરસાદ પડયો હતો. અને રાત્રીના ભારે પવન ફુકાતા અનેક ગામોમાં
રાત્રીના લાઇટ ગુલ થઇ હતી. જે દિવસે બપોર બાદ વિજપુરવઠો શરૂ થયેલ હતો.. હાલ ઉના ગીરગઢડા પંથકમાં ભારે પવન ફુકાતા
અનેક જગ્યાઓ પર વિજપોલ તેમજ વૃક્ષો ધરાશાઇ થયા હતા.
