દાંતા તાલુકાના મંડાલી ગામે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા લોકદરબાર યોજાયો હતો જેમાં SP, DYSP અને ACP તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો…. જેમાં હડાદ PSI પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંડાલી ગામ લોકો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ફુલછડી તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને જોધસર ગ્રામપંચાયતના સરપંચ દ્વારા આદિવાસી સમાજની પરંપરા મુજબ તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું.
સાઇબર ક્રાઇમ દ્વારા થતી છેતરપિંડી, શોસીયલ મીડિયાની લોભામણી સ્કીમો તેમજ અન્ય માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા.વધુમાં સંભવિત વાવાજોડાના ખતરા થી કેવી રીતે બચવું તેમજ કોઈ પણ મદદ ની જરૂર પડ્યે તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


