Delhi

સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપને લઈને આપ્યું નિવેદન

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રોહિત પર વિશ્વાસ કરવાની વાત કરી છે. તેણે કહ્યું કે મને તેના પર પૂરો વિશ્વાસ છે અને તેણે ૫ આઈપીએલ જીતી છે જે વર્લ્ડ કપ કરતાં પણ વધુ મુશ્કેલ લાગે છે. ભારતે સતત બીજી વખત ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા બાદ પણ ખાલી હાથે નિરાશ પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડના ઓવલમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે ૨૦૯ રનની મોટી જીત મેળવીને ટ્રોફી પર કબજાે કર્યો હતો. ભારતને ૪૪૪ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેની આગળ ટીમ ઈન્ડિયાનો બીજાે દાવ માત્ર ૨૩૪ રનમાં સમેટાઈ ગયો હતો. ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમનો પરાજય થયો ત્યારથી કેપ્ટન રોહિત શર્માને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમને ગત વખતે હાર મળી હતી અને હવે ભારત સતત બીજી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી શક્યું નથી. આ વખતે કેપ્ટનશિપ રોહિત શર્મા કરી રહ્યો હતો અને હારને કારણે તેની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એવું નિવેદન આપ્યું છે જેને લઈને વિવાદ થઈ શકે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ મ્ઝ્રઝ્રૈંની ઈન્ડિયન પ્રીમિયર લીગ જીતવાને ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ જીતવા કરતાં મોટી ગણાવી છે. ટીકાકારોને રોહિત શર્માની કેપ્ટનશિપમાં વિશ્વાસ રાખવાની સલાહ આપતાં તેમણે આમ કહ્યું. ટીવી ટુડે નેટવર્ક સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મને રોહિત શર્મા પર પૂરો વિશ્વાસ છે. તેની અને મહેન્દ્ર સિંહ ધોની પાસે ૫ ૈંઁન્ ટ્રોફી છે. આઈપીએલની ટ્રોફી જીતવી સરળ નથી કારણ કે આ ટૂર્નામેન્ટ ઘણી અઘરી છે. મને લાગે છે કે, વર્લ્ડ કપ જીતવા કરતાં ૈંઁન્ ટ્રોફી જીતવી વધુ મુશ્કેલ છે. પોતાની વાતને આગળ વધારતા ગાંગુલીએ કહ્યું, તમારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ૧૪ મેચ રમવાની છે, તો જ તમને નોટઆઉટ મેચમાં સ્થાન મળશે. બીજી તરફ જાે વર્લ્ડ કપની વાત કરીએ તો માત્ર ૪ કે ૫ મેચ રમ્યા બાદ તમે સેમીફાઈનલમાં જગ્યા મેળવી શકો છો. ટૂર્નામેન્ટના ચેમ્પિયન બનવા માટે તમને ૈંઁન્માં ૧૭ મેચનો સમય લાગે છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *