Gujarat

રાજપીપળામાં રથયાત્રા પૂર્વે પોલીસ અને તંત્ર દ્વારા રૂટ નિરિક્ષણ કરાયું પોલીસ, પાલિકા અને વીજ કંપનીના કર્મચારીઓ સાથે રથયાત્રા આયોજકોએ રૂટ નિરિક્ષણ કર્યું રાજપીપળા આગામી સમયમાં રાજપીપળા ખાતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રથ યાત્રા યોજાય તે માટે આજે નર્મદા જિલ્લા પોલીસ , રાજપીપળા નગરપાલિકા તેમજ વીજ કંપની ના કર્મચારીઓ ને સાથે લઈ પોલીસ દ્વારા રથ યાત્રાનું રૂટ નિરિક્ષણ કરાયું હતું નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ની સૂચનાને પગલે રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારથી સફેદ ટાવર સબજેલ રાધાકૃષ્ણ મંદિર સૂર્ય દરવાજા લાલ ટાવર દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન સહિત વિસ્તારોમાં રાજપીપળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઇ રમેશ ચૌધરી, એલસીબી સ્ટાફ એસ ઓ જી પોલીસ જોડાઈ હતી કાયદો અને વ્યવસ્થાની સાથો સાથ રસ્તાઓ અને સાફસફાઈ સહિતની કામગીરીનું નિરિક્ષણ કરવા રાજપીપળા નગરપાલિકા સ્ટાફ તેમજ વીજ કર્મચારીઓ પણ રૂટ નિરીક્ષણમાં જોડાયા હતા

પોલીસ,  પાલિકા અને વીજ કંપનીના કર્મચારીઓ સાથે રથયાત્રા આયોજકોએ રૂટ નિરિક્ષણ કર્યું
રાજપીપળા
આગામી સમયમાં રાજપીપળા ખાતે રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં રથ યાત્રા યોજાય તે માટે આજે નર્મદા જિલ્લા પોલીસ , રાજપીપળા નગરપાલિકા તેમજ વીજ કંપની ના કર્મચારીઓ ને સાથે લઈ પોલીસ દ્વારા રથ યાત્રાનું રૂટ નિરિક્ષણ કરાયું હતું
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ની સૂચનાને પગલે રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારથી સફેદ ટાવર સબજેલ રાધાકૃષ્ણ મંદિર સૂર્ય દરવાજા લાલ ટાવર દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન સહિત વિસ્તારોમાં રાજપીપળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા પોલીસ સ્ટેશનના પીઆઇ રમેશ ચૌધરી, એલસીબી સ્ટાફ એસ ઓ જી પોલીસ જોડાઈ હતી કાયદો અને વ્યવસ્થાની સાથો સાથ રસ્તાઓ અને સાફસફાઈ સહિતની કામગીરીનું નિરિક્ષણ કરવા રાજપીપળા નગરપાલિકા સ્ટાફ તેમજ વીજ કર્મચારીઓ પણ રૂટ નિરીક્ષણમાં જોડાયા હતા

IMG-20230614-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *