Gujarat

વાવાઝોડાની ગંભીર સ્થિતિમાં પણ ૬૦ થી વધુ સગર્ભા મહિલાઓની સારસંભાળ માટે કરાઇ વ્યવસ્થા

ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાના પગલે ખાસ કરીને અપેક્ષીત પ્રસુતા તારીખની નજીક હોય તે મહિલાઓની ખાસ સારસંભાળ અને તેમને સલામત સ્થળે ખસેડવા સરકારશ્રીના આદેશને પગલે જિલ્લા વહીવટીતંત્ર વાવાઝોડાની સંભવીત આપત્તિની સ્થિતીમાં સરાહનિય કામગીરી કરી રહ્યું છે. આ સંકટસમયમાં ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા ૬૦ કરતા વધુ સગર્ભા મહિલાઓની કાળજી રાખવામાં આવી રહી છે.

 

જિલ્લા આરોગ્ય વિભાગ સર્ગભા મહીલાઓ કે જેની અપેક્ષીત પ્રસુતાની તારીખની નજીક હોય તે સર્ગભા મહીલાઓને વાવાઝોડા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના સીએચસી ,પીએચસી અને સિવિલ હોસ્પિટલ ખાતે સ્થળાંતરિત કરીને આરોગ્ય વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા,ભોજન,મેડિકલ સારવારનિયમિત ચેકઅપ સહિતની સુવિધાઓ આપીને સારસંભાળ કરવામાં આવી રહી છે.જેમા વેરાવળ તાલુકામાં-૧૫,કોડીનાર તાલુકામાં-૦૭,સુત્રાપાડા તાલુકામાં-૦૯,તાલાલા તાલુકામાં-૧૧,ઉના તાલુકામાં-૦૮ અને ગીર ગઢડા તાલૂકામાં -૧૦ થી વધુ સર્ગભા મહીલાઓની આરોગ્ય વિભાગ કાળજી લઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *