સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આગેવાનોના માર્ગદર્શન અનુસાર લોકોની સેવામાં સદાય તત્પર રહેતા અને એક પણ સેવાનો મોકો ન ચૂકનાર અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા ભૂતકાળની અંદર કોરોના કાળની વૈશ્વિક મહામારીના સમયે કોરોનાગ્રસ્ત લોકોને વિનામૂલ્ય ઓક્સિજનની બોટલો જેમને પૂરી પાડી છે અને તોકતે વાવાઝોડા દરમિયાન હજારો લોકો માટે ભોજન વ્યવસ્થાની પણ સેવા બજાવી છે એવા લોકોની સેવામાં સદાય તત્પર રહેનાર અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા બિપરજોય વાવાઝોડાની અગમચેતીના ભાગરૂપે સાવરકુંડલા ખાતે સુખડી તથા ગાંઠિયા અને પાણીની બોટલના ૯૦૦૦ ફૂડ પેકેટ તૈયાર કરી લોકોની સેવામાં સૌથી પહેલા આગળ આવી પોતાની તત્પરતા દર્શાવી છે અને શ્રી સુરેશ પાનસુરીયા જ્યારે જ્યારે પણ કુદરતી આફત અને મહામારીનો સમય આવ્યો છે ત્યારે સુરેશ પાનસુરીયા હમેશા સેવામાં અગ્રેસર રહેતા હોય છે આવા લોક સેવક શ્રી સુરેશ પાનસુરીયાની લોકોમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
આ કાર્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજ શ્રેષ્ઠિઓ પણ જોડાયા હતા.