Gujarat

અમદાવાદનાં કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

અમદાવાદ
અમદાવાદ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ નવા વાસનું જર્જરિત મકાન ધરશાયી થયું છે. ઘટનામાં ફસાયેલા ત્રણેય લોકોને બહાર કાઢાવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરની નવ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. બપોરના બે વાગે મકાન ધરાશાયી થયું હતું. તમામ ઘાયલ લોકોને અસારવા સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જાે ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાથી એક વ્યક્તિ બેભાન અવસ્થામાં હતો. ત્રણેયને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતકનું નામ ધર્મેશ પઢીયાર છે અને તેમની ઉંમર ૩૪ વર્ષની હતી. ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષ છે. મહિલાનું નામ નીલાબેન જ્યારે એક એક પુરુષનું નામ રાહુલભાઈ સામે આવ્યું છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *